Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વૈશ્વિક બજારમાં ઘઉંનો એક મહિનાની નીચા સ્તરેથી શોર્ટ કવરિંગથી ઊંચકયો

ઘટ્યા ભાવે નિકાસ વેપારથી બજારને ટેકો સાંપડ્યો

રાજકોટ, તા.૨૩ : વૈશ્વિક બજારમાં ઘઉંનો વાયદો એક મહિનાના તળિયે સરકયો હતો. તેમાં શોર રિકવરી થઇ છે અને નીચા મથાળેથી થોડો સુધારો થયો હતો. શિકાગો ખાતે ઘઉં વાયદો વધ્યો હતો. અમેરિકામાં ઘટ્યા ભાવે નિકાસ વેપાર થયાના અહેવાલે બજારને ટેકો સાંપડતો હોવાનું જણાવાઈ રહયું હતું. શિકાગો બેન્ચમાર્ક વાયદો વધીને ૪.૨૨ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.

જાણકારોના માનવા મુજબ ડોલરમાં નરમાઇ અને ઘઉંના ભાવ એક મહિનાના તળિયે ગગડ્યા હોવાથી માંગ વધી હતી. જેના કારણે વાયદામાં લેવાલીના ટેકે થોડો સુધારો જોવાયો હતો.

(9:44 am IST)