Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વૈશ્વિક બજારમાં મકાઈમાં ઘટ્યા ભાવથી સુધારોઃ ઘરઆંગણે મંદી

શિકાગો વાયદો ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યો

રાજકોટ, તા.૨૩ : વૈશ્વિક બજારમાં મકાઈના ભાવમાં સુધારો જોવાયો હતો મકાઈમાં ઘટ્યા ભાવમાં થોડો વધારો થયો છે. જોકે ઘર આંગણે મકાઈમાં મંદીનો માહોલ યથાવત છે. શિકાગો ખાતે મકાઈ વાયદો ૩.૫૨ ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. જે છેલ્લા ત્રણ સપ્તાહની ઊંચા મથાળાંની નજીક છે. જોકે સ્થાનિક બજારમાં ભાવમાં કોઈ સુધારો થયો નથી અને સ્ટાર્ચ મિલોના મકાઈના ભાવ ૧૨૫૦ આસપાસ અથડાયા કરે છે. વાયદામાં ૧૧૫૦ આસપાસ જોવાઈ રહ્યાં છે.

(9:44 am IST)