Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મોરેશિયસ માર્ગેથી સૌથી વધુ વિદેશી રોકાણ

કુલ વિદેશી રોકણના ૨૧.૮ ટકા હિસ્સો મોરેશિયસનો : બાદમાં અમેરિકા અને બ્રિટનનો નંબઃ સિંગાપોર ચોથા સ્થાને તથા જાપાનનો પાંચમો ક્રમ

મુંબઇ, તા.૨૨ : દેશમાં મોટાપાયે વિદેશી રોકાણ થઇ રહ્યું છે. આર્થિક સુધારા અને વિદેશીઓ ઊંચા રિટર્ન મળવાની અપેક્ષાએ દેશમાં રોકાણ વધારી રહ્યા છે. વિકસીત દેશોમાંથી રોકાણ આવતું હોય છે. તેવી સામાન્ય ધારણા હોય છે. પરંતુ આરબીઆઇના તાજેતરના અહેવાલ મુજબ દેશમાં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધુ મોરેશિયસ માર્ગે આવી રહ્યું છે. ત્યારબાદ અમેરિકા અને બ્રિટનનો નંબર આવે છે.

 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૬-૧૭માં એફડીઆઇના બહાર પાડેલા અહેવાલમાં દેશમાં વિદેશી રોકાણમાં સિંગાપોર ચોથા સ્થાને તથા જાપાનનો પાંચમો ક્રમ છે, જયારે ભારતમાં કુલ વિદેશી રોકણના મોરેશિયસનો ૨૧.૮ ટકા હિસ્સો છે.

અહેવાલ મુજબ ૧૮,૬૬૭ કંપનીઓમાંથી ૧૭,૦૨૦ કંપનીઓએ માર્ચ ૨૦૧૭માં સમાપ્ત થયેલ વર્ષમાં દેશમાં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટમાં સીધી રીતે કે આડકતરી રીતે આ કંપનીઓ સામેલ છે. ૧૫,૧૬૯ કંપનીઓએ એફડીઆઇ હોવા અંગેની જાણકારી આપી હતી. દેશમાં કુલ એફડીઆઇમાં મોરેશિયસનું એફડીઆઇ સૌથી વધુ ૨૧.૮ ટકા છે. ત્યારબાદ અમેરિકા, બ્રિટન, સિંગાપોર, જાપાનનો ક્રમ આવે છે.

(9:21 am IST)