Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એચટીસીનો ૧૮:૯ ડિસ્પ્લે સાથે ડિઝાયર ૧૨ લોન્ચ કરવાની તૈયારીઃ ફીચર્સ થયા લિક

નવી દિલ્હી, તા.૨૨ : તાજેતરમાં એચટીસીએ ભારતમાં યુ-૧૧ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ત્યારે એચટીસી પોતાનો એન્ટ્રી લેવલનો નવો સ્માર્ટફોન એચટીસી ડિઝાયર ૧૨ લોન્ચ કરી શકે છે. જેના ફીચર્સ લીક થયા છે. તે મુજબ એચટીસી ડિઝાયર-૧૨માં ૧૮:૯ સ્ક્રીનની સાથે ૫.૫ ઈંચની ડિસ્પ્લે અપાશે તેમાં ૨જીબી રેમ અને ૧૬ જીબી અનબોર્ડ ફ્લેશ સ્ટોરેજની સાથે પેર કરવામાં આવ્યો છે. આ ડિવાઈસમાં ૨૭૩૦ એમએએચની બેટરી અપાઈ છે.

આ સ્માર્ટફોનમાં ૧૩ મેગાપિકસલનો અને ૫ મેગાપિકસલનો ફ્રંટ કેમેરો આપવામાં આવશે. અન્ય ફીચર વિશે હજું સુધી કોઈ જાણકારી નથી મળી. જો કે આ સ્માર્ટફોન એક એન્ડ્રોઈડ ગો ડિવાઈસ હોય શકે છે.

(9:57 am IST)