Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જુવાર બજારમાં ઓછી આવકો વચ્ચે કિંમતમાં મજબૂત પક્કડ

નવા જુવારની આવકો પર તેજી મંદીનો રહેશે આધાર

રાજકોટ, તા.૨૨ : જુવાર બજારમાં મજબૂતી જળવાઈ રહી છે. ઓછી આવક વચ્ચે ભાવ સપાટી મક્કમ છે. જાણકારોના માનવા મુજબ આગળ જતા પણ જુવારના ભાવમાં મજબૂતીનો માહોલ જોવાશે. જોકે મોટી તેજીની શકયતા નથી. જુવારના ભાવ પહેલાથી જ વધી ગયા છે અને હવે વધુ વધારાની જગ્યા નથી. આગાઉ જુવારમાં મણે ૧૦૦ થી ૧૫૦નો વધારો થઇ ચુકયો છે. હવે નવી જુવારની આવકો ઉપર બજારમાં તેજી-મંદીનો આધાર રહેશે તેમ મનાય રહયું છે.

(9:56 am IST)