Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ફેડની બેઠકના આંકડા ઉપર બુલિયન બજારની મીટઃ સોના- ચાંદીમાં દબાણ

ડોલરની મજબૂતી યથાવત રહેતા સાવચેતીનો સુર

રાજકોટ, તા.૨૨ : અમેરિકામાં ફેડરલ રિઝર્વની પાછલી બેઠકના આંકડા જાહેર થનાર છે અને તે પહેલા ડૉલરની મજબૂતી યથાવત રહેતી દેખાઈ રહી છે. આવામાં વૈશ્વિક બજારમાં સોના પર દબાણ વધી ગયું છે. કોમેકસ પર સોનું ૧૩૨૫ ડૉલરની પાસે કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. સોના સાથે ચાંદીમાં નરમાશ દેખાઈ રહી છે. ચાંદીમાં વેચવાલીના કારણે કિંમતો લગભગ અડધા ટકા જેટલી તૂટતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ૧૭ ડૉલરની નીચે કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે.

 

(9:55 am IST)