Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

લસણ બજારમાં નીચી સપાટીએ ટકેલા ભાવઃ આવક શરૂ થયે વધુ ઘટાડો સંભવ

મોટા પાકની ધારણાએ મંદી લાંબો સમય રહેવાની શકયતા

રાજકોટ, તા.૨૨ : લસણ બજારમાં નીચા મથાળે ભાવ એકંદરે સ્થિર છે. આગામી દિવસોમાં આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થવાની શકયતા ચર્ચાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે લસણનો મોટો પાક થવાની ધારણાએ ભાવમાં મંદી લાંબો સમય રહેશે તેમ મનાય છે.

વેપારીઓના માનવા મુજબ સૌરાષ્ટ્રમાં નવા લસણની આવક શરૂ થશે ત્યારે ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. હાલમાં લસણના નિકાસ વેપાર પણ નથી. ચાલુ વર્ષે કોઈ સ્ટોક કરવાના મૂડમાં નથી અને ડીહાઇડ્રેશન પ્લાન્ટોની માંગ પણ નહિવત છે. જેથી બજારમાં નરમાઇનો માહોલ છે.

જામનગરમાં લસણની ૮૦૦ કટ્ટાની આવક હતી જયારે ભાવ ૨૦ કિલોના ૯૦ થી ૨૫૦ના કવોટ થતા હતા. ગોંડલમાં ૨ હજાર કટ્ટાની આવક હતી.(૨૪.૨)

(9:55 am IST)