Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

રૂ, કપાસ, કપાસિયા અને ખોળમાં વધ્યો મંદીનો ગભરાટઃ ચોતરફ વેચવાલી વધીઃ લેવાલી ઓછી

કપાસમાં વધતી સુસ્તી-રૂના સતત ઘટતા ભાવ અને કપાસિયા-ખોળમાં મંદીનો માહોલ

રાજકોટ, તા.૨૨ : બજારમાં રૂ, કપાસ, કપાસિયા અને ખોળમાં મંદીનો ગભરાહટ જોવા મળે છે અને મંદીના માહોલમાં ચોતરફ વેચવાલી વચ્ચે લેવાલી ઓછી રહેતા ભાવમાં દબાણ વધતું જોવાઈ રહયું છે. રૂ માં ઊંચામાં લેવાલીના અભાવે વેચવાલી વધી હતી. કપાસમાં સુસ્તી વધી છે. કપાસિયા અને ખોળમાં પણ મંદી જોવા મળે છે.

જાણકારોના માનવા મુજબ કપાસમાં કવોલિટીના કારણે ભાવ ઘટી રહ્યાં છે. બીજીતરફ સારી કવોલિટીના કપાસ પર ખેડૂતોની પક્કડ મજબૂત છે. રૂ માં વૈશ્વિક બજારને પગલે સ્થાનિક બજાર પણ નરમ છે. કવોલિટીના પ્રશ્નો પણ સર્જાતા હોય રૂ ના વેચાણમાં પણ ગભરાટ જોવા મળે છે. નિકાસકારોને ઊંચામાં રૂ પોસાતું નથી અને આયાતી સસ્તા રૂ ની લાલચ પણ જોવા મળે છે.

કપાસિયા ને ખોળમાં મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે.

(9:55 am IST)