Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સ્ટીલની આયાત અને નિકાસમાં જબરો ઘટાડોઃ ભાવ વધતા માઠીઅસર પહોંચી

છેલ્લા ચાર મહિનામાં ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો ઉછાળો

રાજકોટ, તા.૨૧ : દેશમાં સ્ટીલની આયાત અને નિકાસમાં જબરો ઘટાડો થયો છે. સ્ટીલના ભાવમાં ઝડપી તેજીને પગલે નિકાસ વેપારને માઠીઅસર પહોંચી છે. સરકારની જોઈન્ટ પ્લાન્ટ કમિટીના અહેવાલ મુજબ જાન્યુઆરીમાં સ્ટીલની નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. જયારે આયાતમાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ચાર મહિનામાં સ્ટીલના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થતા નિકાસને માઠીઅસર પહોંચી હોવાનું જાણકારો જણાવે છે.

સરકારી અહેવાલ મુજબ જાન્યુઆરીમાં સ્ટીલની ૬.૧૬ લાખ ટનની નિકાસ થઇ હતી. જે ગતવર્ષે જાન્યુઆરીમાં ૮.૯૦ લાખ ટનની નિકાસ થઇ હતી. જાન્યુઆરીમાં સ્ટીલની આયાત ૪૪.૫ ટકા ઘટીને ૩.૩૫ લાખ ટન થઇ છે. જે ગયાવર્ષે જાન્યુઆરીમાં ૬.૦૪ લાખ ટનની આયાત થઇ હતી.

જાન્યુઆરીમાં સ્ટીલનું ઉત્પાદન ૫.૭૬ ટકા વધીને ૯૫.૦૪ લાખ ટન થયું છે. છેલ્લા ૧૦ મહિનામાં સ્ટીલનું ઉત્પાદન ૫.૩ ટકા વધીને ૮૮૫.૯ લાખ ટન થયું છે.

(9:33 am IST)