Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હોન્ડા દ્વારા એકોર્ડ, સીટી અને જાઝ મોડેલ્સના ૨૨,૮૩૪ યુનિટ રિકોલ કરાશેઃ એરબેગમાં ખામી

નવી દિલ્હી, તા.૨૨ : જાપાનીઝ ઓટો કંપની હોન્ડા ભારતમાં એકોર્ડ, સિટી અને જાઝ મોડેલ્સના ૨૨,૮૩૪ યુનિટસ રીકોલ કરી રહી છે. કંપની આ મોડલ્સમાં ખામીયુકત એરબેગ્સમાં સુધારો કરવાની તેની વૈશ્વિક કામગીરીના ભાગરૂપે આ મોડેલ્સની કારો રીકોલ કરી રહી છે.

કંપનીનું કહેવું છે કે તે ભારતમાં તેની ડીલરશીપ મારફત પાછી મંગાવેલી કારોની એરબેગ્સને ફ્રી ઓફ કોસ્ટ બદલી આપશે. હોન્ડાની ભારતીય પેટાકંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (એચસીઆઇએલ)એ કહ્યું છે કે, હાલ જે કારોને રીકોલ કરવામાં આવી છે તેમનું મેન્યુફેકચરિંગ ૨૦૧૩માં કરવામાં આવ્યું છે.

કંપનીના જણાવ્યા અનુસાર, તે ૨૦૧૩ની એકોર્ડ, સિટી અને જાઝ મોડલની ૨૨,૮૩૪ કારોના ફ્રન્ટ એરબેગ ઇન્ફ્લેટર બદલી આપશે. કંપનીએ ટકાટા એરબેગ ઇન્ફ્લેટર્સ સાથે જોડાયેલા કેમ્પેનના ભાગરૂપે આ ગ્લોબલ રીકોલ કરી છે.

 

(9:23 am IST)