Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વેજીટેબલ ઓઈલની આયાત જકાત વધવાની શકયતા

રિફાઇન્ડ પામ ઓઇલ, પામોલિન, સનફ્લાવર અને કોટનસીડ ઓઇલની વધશે જકાત

રાજકોટ, તા.૨૨ : કેન્દ્ર સરકાર વેજિટેબલ ઓઇલની આયાત જકાતમાં ફરી વધારો કરે તેવી શકયતા છે. જાણકારોના માનવા મુજબ સ્થાનિક રિફોઇનરીઓ લોંબિગ અને ખેડૂતોના તેલીબિયાંના વાજબી ભાવ મળે તે માટે સરકારે રિફાઇન્ડ પામ ઓઇલ, પામોલિન, સનફ્લાવર ઓઇલ અને કોટનસીડ ઓઇલ જેવા વિવિધ વેજિટેબલ ઓઇલની ઇમ્પોર્ટ ડયૂટી વધી શકે છે.

વેજિટેબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લે ખેડૂતોની માંગણી અને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોલિંબ બાદ કેન્દ્ર સરકારે ઓગસ્ટ અને નવેમ્બર ૨૦૧૭માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં વેજિટેબલ ઓઇલની ઇમ્પોર્ટ ડયૂટીમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેમાં પામ અને સોયાબીન જેવા રિફાઇન્ડ ઓઇલની ઇમ્પોર્ટ ડયૂટી વધારીને ૩૦થી ૪૦ ટકા કરવામાં આવી હતી.

ઇમ્પોર્ટ ડયૂટી વધવાના કારણે સાઉથઇસ્ટ એશિયા અને સાઉથ આફ્રિકામાંથી રિફાઇનરીઓ માટે વેજિટેબલ ઓઇલની આયાત કરવી દ્યણી ખર્ચાળ બની ગઇ છે. આ બાબત ખેડૂતો માટે ફાયદાકારક છે અને તેનાથી તેલીબિયાંના પાકને વાજબી ભાવ પણ મળશે અને સ્થાનિક ઓઇલ મિલો પૂર્ણ ક્ષમતાએ કામગીરી કરવા માટે સક્ષમ બનશે.

(9:22 am IST)