Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પાકિસ્તાનની સબસિડીથી દેશમાં ખાંડની વધતી આયાતઃ ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરવા માંગણી

સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ કે ખાંડની આયાતની જરૂર નથીઃ ઈસ્મા

રાજકોટ, તા.૨૨ : ખાંડમાં મંદીનો માહોલ જોવાઈ રહયો છે. ત્યારે ઇન્ડિયન સુગર મિલ સે,૯-ઈસ્મા)એ ચાલુ વર્ષે ખાંડનો અંદાજ વધાર્યો છે. સાથે તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરકાર દ્વારા નિકાસ ઉપર સબસીડી અપાતી હોવાના કારણે ભારતમાં ખાંડની આયાત થઇ રહી છે. આ સંજોગોમાં ઇસ્માએ સરકારને ખાંડની આયાત ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરવા માંગણી કરી છે.

ઇસ્માએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકારે એ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ કે હવે દેશમાં ખાંડની આયાત કરવાની કોઈ જરૂર નથી. ઇસમાંએ ખંડના ઉત્પાદનનો હવે ૨૬૧ લાખ ટનનો અંદાજ મુકયો છે.

 

(9:22 am IST)