Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજયમાં ગરમી વધતા બાજરીની ઘરાકી ઠંડીઃ સરેરાશ ભાવ ટકેલા

રાજકોટ, તા.૨૧ : રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું છે અને બાજરીમાં ઘરાકી સાવ ઠંડી પડી છ. લેવાલીના અભાવે ભાવમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવાઈ રહયો છે. ડીસામાં સૌથી વધુ આવક થયાનું મનાય છે. જયારે સમગ્ર રાજયમાં ૧૦૦૦ થી ૧૨૦૦ ગુણીની આવક થયાનું અનુમાન છે. જયારે ભાવ ૨૦ કિલોના ૨૪૦ થી ૨૭૦ વચ્ચે બોલાઈ રહ્યાં છે. જોકે સારી કવોલિટીની બાજરીના ભાવ ૨૭૦ થી ૨૮૦ સુધી બોલાઈ છે.

ગરમી વધતા બાજરીમાં ઘરાકી હાલમાં ઠંડી છે. જયારે ભાવ ટકેલા છે અને આગામી દિવસોમાં ભાવમાં સુધારો થવાની શકયતા નહિવત છે.

(9:35 am IST)