Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વૈશ્વિક માર્કેટમાં સોના ચાંદીની ચમક ઝંખવાઈઃ બેઝ મેટલ્સમાં પણ દબાણ

રાજકોટ, તા.૨૧ : વૈશ્વિક બજારમાં સોનાની ચમક ફરી ઓછી થઈ છે અને વૈશ્વિક બજારમાં સોનું લગભગ અડધા ટકાની નરમાઈ  સાથે કારોબાર કરી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમત ૧૩૪૦ ડૉલરના સ્તર પર પહોંચી ગઈ છે. ડૉલરમાં રિકવરીથી સોનાની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું હોવાનું મનાય છે. સોના સાથે ચાંદીમાં પણ અડધા ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હજુ પણ ચાંદી ૧૭ ડૉલરની નીચે કારોબાર કરતી દેખાઈ રહી છે.

ડૉલરમાં તેજીથી એલએમઈ પર કોપરમાં નબળાઈ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

(9:35 am IST)