Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કાચાતેલમાં સાંકડી વધઘટે અથડાતા ભાવઃ નેચરલ ગેસમાં એકધારી તેજી

યુએસનું વધતું ઉત્પાદન ઓપેકના નિર્ણય માટે જોખમી

રાજકોટ, તા.૨૧ : કાચા તેલમાં સાંકડી વધઘટે ભાવ અથડાયા કરે છે અને માર્કેટમાં  ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટની કિંમત લગભગ એક ટકા તૂટતી દેખાઈ રહી છે, જયારે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડમાં લગભગ એક ટકાની ઉપરનો કારોબાર થઈ રહ્યો છે. જયારે સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં નરમાશ જોવા મળી રહી છે.

બાર્કિન્ડો મુજબ ૨૦૧૮ માટે વૈશ્વિક ઓઇલની માગ દિવસ દીઠ ૧.૬ મિલિયન બેરલ રહેવાની ધારણા છે. દરમિયાન ઓપેકના સેક્રેટરી-જનરલ મોહમ્મદ બાર્કિન્દોએ જણાવ્યું કે, ૧૩૩ લોકો કાપ માટે સંમત થયા છે. પણ યુએસનું વધતું ઉત્પાદન ઓપેકના આ નિર્ણય માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

નેચરલ ગેસમાં સતત તેજી જોવા મળે છે સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી રહી છે.

(9:33 am IST)