Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન ૯૮૦ લાખ ટન થવાની ધારણાઃ અંદાજ નજીવો વધ્યો

મહારાષ્ટ્ર- મધ્યપ્રદેશમાં વાવાઝોડાને કારણે પાકને નુકશાન

રાજકોટ, તા.૨૦ : દેશમાં ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૯૮૦ લાખ ટન થવાનો અંદાજ કેન્દ્રીય સેક્રેટરી મુકયો છે. આ પહેલા સરકારે ઘઉંના ઉત્પાદનનો ૯૭૫ લાખ ટન થવાનો અંદાજ મુકાયો હતો. જેમાં નજીવો વધારો કરાયો છે. ઘઉંનું વાવેતર ગયા વર્ષની તુલનાએ નજીવું વધ્યું છે. જોકે ચોક્કસ આંકડા માટે પંજાબ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઉભા પાકની સ્થિતિસ સારી છે. જેના લીધે વધી શકે છે. જયારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વાવાઝોડાથી પાકને નુકશાનની પણ ભીતિ છે.

દેશમાં ઘઉંનું વાવેતર ૩૦૪ લાખ હેકટરમાં થયું છે. જોકે છેલ્લા આંકડા મુજબ દેશમાં ચાલુ વર્ષે ૩૧૭ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. હાલમાં ઘઉં બજારમાં મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે. મધ્યપ્રદેશમાં બોનસની જાહેરાત થતા ભાવમાં સુધારો જોવાયો છે. (૨૪.૨)

(9:33 am IST)