Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

MCX હવે પિત્તળનો વાયદો પણ શરૂ કરશેઃ સેબીની મંજૂરી મળી

રાજકોટ, તા.૧૯ : દેશના સૌથી મોટા કોમોડિટી એકસેન્જ એમસીએકસ હવે પીત્તળમાં પણ વાયદા કારોબાર શરૂ કરશે. એકસેન્જને આ માટે સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. મેટલ્સ સેગમેન્ટમાં આ છઠ્ઠુ મેટલ હશે, જેમા વાયદા કારોબારની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એકસેન્જ પર હાલ સુધી કોપર, નિકલ, લેડ, ઝીંક અને એલ્યુમિનિયમમાં કારોબાર થઈ રહ્યો છે.

(9:34 am IST)