Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સોનાની આયાત ડ્યુટી હટાવોઃજીએસટી ઘટાડવા કમિટીનું સરકારને સૂચનઃબજેટમાં થઇ શકે નિર્ણય

વાતલ કમિટીએ ગોલ્ડ પોલિસી બનાવવા સહિતના અનેક પ્રસ્તાવ રજુ કર્યા

રાજકોટ, તા.૧૮ : સોનાની આયાત ડ્યુટીને સંપૂર્ણપણે હટાવી દેવા અને ગોલ્ડ પરની જીએસટી ડર ઘટાડવા કમિટીએ સરકારને ભલામણ કરી છે. જેમસસ એન્ડ જવેલરી સેકટરને પ્રોત્સાહન આપવા અને નવી જ ગોલ્ડ પોલિસી બનાવવા પર ભાર મુકતા કમિટીએ વિવિધ સૂચનો કર્યા છે. જેના કારણે બજેટમાં જેમ્સ એન્ડ જવેલરી સેકટરની ચમક વધારવા માટે કેટલાક મોટા નિર્ણય થઇ શકે છે.

જાણવા મળ્યા મુજબ રતન પી વાતલ કમિટીએ નાણામંત્રીને ગોલ્ડ પૉલિસી બનાવા માટે પ્રસ્તાવ કર્યો છે. જેમાં ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી હટાવીને ઝીરો કરવાની ભલામણ કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં એમ પણ કહ્યુ છે કે, ગોલ્ડ ઈમ્પોર્ટને રીકલાસિફિકેશન કરવામાં આવે અને ગોલ્ડ પર જીએસટી ૩ ટકાથી ટીને ૧ ટકા કરવામાં આવે. કમિટીની એવી પણ સલાહ છે કે જીએસટી ઘટવાથી જવેલરી સેકટરને વધારો મળશે.

આ ઉપરાંત કમિટીએ જવેલરી સેકટરને એમઈઆઈએસ એટલે કે મર્ચેડાઇઝ એકસપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કીમમાં લાવવા એમઈઆઈએસ સ્કીમની ડ્યુટીમાં ૫ ટકા છૂટ આપશ તેમજ ગોલ્ડ બોર્ડ ઓફ ઈન્ડિયા બનાવા અને ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં બદલાવ કરવા, ઉપરાંત બુલિયન એકસચેન્જ ઓફ ઈન્ડિયા બનાવા અને માઇનિંગ, રિફાઈનિંગને વધારો આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણને કારણે બજેટમાં કોઈ નિર્ણંય થઇ શકે તેમ મનાય રહયું છે.

(9:43 am IST)