Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રવિ સીઝનમાં ચોખાની ૫૫ લાખ ટનની સરકારી ખરીદીની યોજના

રાજકોટ, તા.૧૯ : કેન્દ્ર સરકારે રવિ સીઝન માટે ચોખાની કુલ ૫૫ લાખ ટન ખરીદી કરવાનો લક્ષયાંક રાખ્યો છે. સરકારે ખરીફ  સીઝન માટે ચોખાની ૩૭૫ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેમાં તા.૯મી ફેબ્રુઆરી સુધીમાં ૨૮૯,૭ લાખ ટનની ખરીદી કરી છે. ચોખાનો સ્ટોકસ ૧.૬૨ કરોડ ટન રહ્યો હતો. જે બફર સ્ટોકસની આવશ્યકતા કરતા ૧૧૩ ટકા વધુ છે.

(9:57 am IST)