Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સોનામાં ઊંચા ભાવથી ડિમાન્ડ ઘટતા સ્થાનિક માર્કેટમાં ડિસ્કાઉન્ટ બોલાયું!

રાજકોટ, તા.૧૯ : સોનાના ભાવમાં એકધારી તેજી જોવાઈ રહી છે. સ્થાનિક માર્કેટમાં સોનુ ૩૧ હજારની સપાટીએ પહોંચતા માંગ ઉપર વિપરીત અસર પહોંચી હતી અને ડિમાન્ડ ઓછી થતા ડિસ્કાઉન્ટ બોલાયું હતું. જાણકારોના માનવા મુજબ લંડન સોનાના ભાવની તુલનાએ સ્થાનિક માર્કેટમાં પ્રતિ ઔંસ ૩ ડોલર ડિસ્કાઉન્ટ જોવાયું હતું જે આગલા સપ્તાહે ૧.૫ ડોલર હતું. ઊંચા ભાવને કારણે માંગ ઘટી હોવાનું મનાય છે.

(9:56 am IST)