Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ખાંડમાં એકધારી તેજીનો માહોલઃ છેલ્લા પખવાડિયામાં ૧૫ ટકાનો ઝડપી ઉછાળો

હોલસેલ વેપારીઓની લેવાલીને ટેકે ભાવમાં આગળ વધતો સુધારો

રાજકોટ, તા.૧૯ : ખાંડના ભાવમાં એકધારી તેજીનો માહોલ જોવાઈ રહયો છે. છેલ્લા એક પખવાડિયામાં ભાવમાં ૧૫ ટકા જેવો જબરો ઉછાળો નોંધાયો છે. બજારમાં ખાંડના હોલસેલ ભાવમાં ઝડપી તેજીની અસરે રિટેલમાં પણ ભાવ વધી રહ્યાં છે.

જાણકારોના માનવા મુજબ સ્થાનિક બજારમાં સી ગ્રેડની ખાંડના હોલસેલ ભાવ કિવન્ટલે ૩૬૦૦તી ૩૭૦૦ની સપાટીએ પહોંચ્યા છે, જયારે ડી ગ્રેડની ખાંડનો ભાવ ૩૫૦૦થી ૩૬૦૦ની સપાટીએ પહોંચી ગયો છે. ધુળેટીના પર્વના પગલે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાં રાજયોના હોલસેલ વેપારીઓ દ્વારા ખાંડની જબરી માંગ નીકળી છે અને ખાંડના ભાવમાં વધારો જોવાયો છે.

સરકારે ઘટતા ભાવના પગલે તથા આયાત અટકાવવા ૫૦ ટકા વધુ આયાત ડ્યુટી નાખી ૧૦૦ ટકા કરી દેતા ખાંડની આયાત અટકી છે.

(9:53 am IST)