Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ખાંડ બજારમાં ઝડપી તેજીઃ કવીન્ટલે ૩૦૦નો વધારોઃ વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટ

આયાત ડ્યુટી બમણી થતા, સ્ટોક લિમિટ અને નિકાસ ડ્યુટી નાબૂદ થવાની વાતે ઉછાળો

રાજકોટ, તા.૧૬ : ખાંડ બજારમાં છેલ્લા સપ્તાહથી ભાવમાં વધારો થઇ રહયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગયા સપ્તાહે આયાત ડ્યુટી ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરાતા પગલે ભાવમાં ઝડપી તેજી જોવાઈ છે. બીજીતરફ સીઝનલ માંગ નીકળતા બજારને ટેકો સાંપડી રહયો છે. જેના કારણે છેલ્લા બે જ દિવસમાં ખાંડના ભાવમાં કવીન્ટલે ૩૦૦નો વધારો થયો છે. જયારે વાયદામાં પણ ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

ખાંડનો ફેબ્રુઆરી વાયદો વધીને ૩૧૦૦ની સપાટી નજીક પહોંચ્યો છે. વાયદામાં ઘટયા ભાવથી ૨૫૦નો ઉછાળો જોવાયો છે અને આગામી દિવસોમા પણ ભાવમાં સુધારો જળવાશે તેમ મનાય રહયું છે.

(10:14 am IST)