Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ડિસેમ્બરમાં મહેન્દ્ર એન્ડ મહિન્દ્રાનું સરેરાશ વેચાણમાં ૮ ટકાનો વધારો

રાજકોટ, તા.૧૭ : ડિસેમ્બરમાં મહેન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વાહન વેચાણ ૮ ટકા વધીને ૩૯૨૦૦ યૂનિટ થયું છે. ડિસેમ્બરમાં કંપનીના ૩-વ્હીલર વેચાણ ૧૩ ટકા વધીને ૩૮૯૪ યૂનિટ રહી છે. જયારે કાર, વેન વેચાણ વર્ષના આધાર પર ૨૨ ટકા વધીને ૧૦૨૯ યૂનિટ રહી છે. જયારે કમર્શિયલ વ્હીકલ વેચાણ વર્ષના આધાર ૨૪ ટકા વધીને ૧૭૫૪૨ યૂનિટ રહી છે. જયારે નિકાસ  ૮ ટકા વધીને ૨૨૨૧ યૂનિટ રહ્યું છે. યૂટિલિટી વ્હીકલ વેચાણ ૯ ટકા ઘટીને ૧૪૫૧૪ યૂનિટ રહ્યું છે. જયારે કંપની ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર ૭ ટકા વધીને ૩૬૯૭૯ યૂનિટ રહી છે.

(10:19 am IST)