Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વૈશ્વિક માર્કેટમાં સોનાના વાયદામાં મજબૂતાઈઃ૦.૨૬ ટકાનો વધારો

રાજકોટ, તા.૧૭ : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવમાં સુધારાની ચાલ જોવાઈ રહી છે. વાયદાના ભાવમાં ૦.૨૬ ટકાનો સુધારો નોંધાઇ ૧૦ ગ્રામના ૨૯,૪૬૫ની સપાટીએ પહોંચી ગયા છે.

એમસીએકસ પર ફેબ્રુઆરીમાં ડિલિવરીના સોદા માટે વાયદામાં ૦.૨૬ ટકાનો સુધારો નોંધાઇ ૨૯,૪૬૫ની સપાટીએ પહોંચી ગયા છે. જેના માટે ૩૭૬ લોટનો કારોબાર થયો હતો, જયારે એપ્રિલ ડિલિવરી માટે ૩૪ લોટનો કારોબાર થયો હતો. જેમાં ૦.૧૯ ટકાનો સુધારો નોંધાઇ સોનાના ભાવ વધીને ૨૯,૪૩૦ની સપાટીએ જોવા મળ્યા છે. જયારે સિંગાપોરના વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૦.૫૪ ટકાનો વધારો નોંધાઇ ૧૩૨૯.૧૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે.

(10:19 am IST)