Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વૈશ્વિક બજારમાં ક્રુડતેલમાં ત્રણ વર્ષની ટોચેથી દબાણઃનેચરલ ગેસમાં સુધારો

રાજકોટ, તા.૧૭ : વિશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતો પર ૭૦ ડૉલરની ઊપરથી થોડુ દબાણ જોવાઈ રહ્યું છે અને  ભાવ ૩ વર્ષના ઊપરી સ્તરથી નીચે સરકયા છે. જો કે હજુ પણ તેમાં ૬૯ ડૉલરની ઊપર જ કારોબાર થઈ રહ્યો છે. જયારે નાયમેકસ ક્રૂડ પણ દબાણની બાવજૂદ ૬૩.૫ ડૉલરની ઊપર છે.

અમેરિકામાં કાચા તેલનો ભંડાર ૫૦ લાખ બેરલ ઘટી ગયો છે. જયારે ગ્લોબલ માર્કેટમાં નેચરલ ગેસના ભાવ ૧ ટકા ઉછળી ગયા છે અને તેમાં ૧.૫ મહીનાના ઊપરી સ્તર પર કારોબાર થઈ રહ્યો છે.

(10:18 am IST)