Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સટ્ટાખોરો સામે સખ્તાઈઃ ખોટા સોદા પર દંડની રકમ બમણી કરી દેવાઈ

કોઈ બ્રોકર સતત ગરબડ કરે તો એક લાખનો દંડ લાગો શકે

રાજકોટ, તા.૧૭ : કૉમોડિટી એકસેન્જ એનસીડીઈએકસે નોન જેન્યૂન ટ્રેડ એટલે કે સટ્ટાખોરો પર સખ્તી વધારી દીધી છે,એકસેન્જે આ પ્રકારના ખોટા સોદા પર લાગનાર દંડને ૫ હજારથી વધારી ૧૦ હજાર રૂપિયા કરી દીધા છે. સાથે જ જો સતત કોઈ બ્રોકર એવું કરે છે. તો તેના પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. ફરી-ફરી ગડબડ કરનાર મેબર્સ પર દંડની સાથે કડક પગલા ભરવામાં આવી શકે છે.

(10:18 am IST)