Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ક્રૂડતેલની કિંમત ૪૦ મહિનાની ટોચે પહોંચી છ માસમાં ૫૭ ટકાનો ઉછાળોઃ ઇંધણ મોંઘા

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા : મોંઘવારી વધવાની દહેશત

નવી દિલ્હી, તા.૧૭ : ક્રૂડતેલના ભાવમાં ભડકો થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારો વધારો થઇ રહયો છે અને ક્રૂડની કિંમત છેલ્લા ૪૦ મહિનાની ટોચે પહોંચી છે. ક્રૂડના ભાવમાં છેલ્લા છ મહિનામાં ૫૭ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. જેના કારણે ક્રૂડની આયાતકર્તા દેશોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છેઅને ક્રૂડની આયાત કરતા દેશોની ચિંતા વધી રહી છે.

બ્રેન્ટ ક્રુડની કિંમત ઊછળીને ઓગસ્ટ-૨૦૧૪ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. કારોબાર દરમિયાન ક્રુડની કિંમત ૭૦ ડોલર પ્રતિ બેરલ થઇ છે. જેના પગલે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા બન્યા છે. આ અગાઉ વર્ષ ૨૦૧૪માં ક્રુડ આ સ્તરે પહોંચ્યું હતું. ક્રુડની કિંમતમાં છેલ્લા છ માસની વાત કરીએ તો ક્રુડની કિંમતમાં ૫૭ ટકાથી વધુ તેજી આવી ચૂકી છે. જૂનમાં ક્રુડની કિંમત ૪૪.૪૮ ડોલર પ્રતિ બેરલ પર હતી. (૨૪.૨)

(10:16 am IST)