Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હવે ચાર લેન્સવાળો હોનર ૯ લાઈટ ભારતીય બજારમાં ઉતારવા તૈયારી

રાજકોટ, તા.૧૬ : હ્યુવાવેની સહાયક સ્માર્ટફોન ઉત્પાદક હોનર ૪ કેમરા વાળો સ્માર્ટફોન હોનર ૯ આઈ લોન્ચ કર્યો હતો. હવે કંપની કવોડ કેમેરા સ્માર્ટફોન એટલે કે ૪ લેન્સવાળો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ચાર કેમેરાવાળો હોનર ૯ લાઈટ ભારતીય બજારમાં ઉતારાશે વેચાણ માત્ર ફ્લિપકાર્ટ પર થશે.

હોનર ૯ લાઇટમાં ૫.૬૫ ઇંચની ફુલ એચડી પ્લસ ડિસપ્લે અપાઈ છે. તેમાં ૬૫૯ ઓકટોકોર પ્રોસેસર  છે. બે મેમરી વેરિયન્ટ છે. એક વેરિયન્ટમાં ૩ જીબી રેમ છે, બીજામાં ૪ જીબી છે. ઇન્ટરનલ મેમરી વેરિયન્ટમાં ૩૨ જીબી અને ૬૪ જીબી બે વિકલ્પ છે. જેને માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

આ સ્માર્ટફોનમાં બે રિયર અને બે સેલ્ફી કેમેરા આપ્યા છે ડ્યુઅલ કેમેરા સેટઅપમાં એક કેમેરો ૧૩ મેગા ૪ પિકસલનો છે. જયારે બીજો ૨ મેગાપિકસલનો છે. એક જેવો સેટઅપ ફ્રન્ટ અને બેકમાં છે. જોકે રિયર કેમેરામાં કેટલાક ફિચર્સ છે. જે સેલ્ફી કેમેરાથી અલગ હોય છે. આ સ્માર્ટફોમાં ૩૦૦૦ એમએ એચની બેટરી છે. (૨૪.૨)

(10:28 am IST)