Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સોયાબીન ચાર મહિનાના તળિયેઃ ધાણા જીરૂ -રાઈમાં સુધારોઃ ખાદ્યતેલો નરમાઇ

રાજકોટ, તા.૧૬ : અમેરિકામાં કૃષિ વિભાગની રિપોર્ટ પહેલા સોયાબીનમાં નરમાઇ વધી છે. વાયદો અંદાજે ચાર મહિનાના તળિયે સરકયો છે. સ્થાનિક બજારમાં પણ સોયાબીનમાં નરમાશ જોવા મળી રહી છે.

જયારે મસાલા પેકમાં ધાણા, જીરા અને રાઈમાં તેજી દેખાઈ રહી છે, ખાદ્યતેલોમાં નરમાશ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જયારે કપાસ અને કપાસીયા ખોળમાં તેજી દેખાઈ રહી છે, તો ગુવાર પેકમાં નરમાશ જોવા મળી રહી છે.

(10:27 am IST)