Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૨૦૧૭માં ચીનની ક્રૂડતેલની આયાત ૧૦ ટકા વધીઃ ડિસે. માં ૧૨ ટકા ઘટી

૨૦૧૭માં આયાતમાં દૈનિક ૮ લાખ બેરલનો વધારો

રાજકોટ, તા.૧૬ : ચીનની ક્રૂડતેલની આયાતમાં ડિસેમ્બરમાં ઘટાડો થયો છે. જોકે વર્ષે ૨૦૧૭માં ચીનની આયાત ૧૦.૧ ટકા વધીને ૪૨૦૦ લાખ ટન થઈ હતી. ચીનમાં વર્ષે ૨૦૧૭માં આગલા વર્ષની તુલનાએ આયાતમાં દૈનિક ૮ લાખ બેરલનો વધારો થયો હતો. જયારે ડિસેમ્બરમાં પ્રતિ દિવસ ૭૪.૯ લાખ બેરલની આયાત કરી હતી. જે નવેમ્બરમાં પ્રતિ દિવસ ૯૦.૧ લાખ બેરલ હતી. જાણકારોના માનવા મુજબ વર્ષ ૨૦૧૮માં ચીનની ક્રૂડતેલની આયાતમાં વધારો થશે. જે વર્ષ ૨૦૧૭ની તુલનાએ પ્રતિ દિવસ ચારથી પાંચ લાખ બેરલ વધારે થશે.

(10:25 am IST)