Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ફેડરલ વ્યાજદર વધાર્યા છત્ત્। ડોલરમાં નરમાઇ સોના-ચાંદીમાં ઝડપી રિકવરી

સોનામાં સુધારો : ચાંદીમાં બે દિવસમાં ૧૦૦૦નો ઉછાળો

રાજકોટ, તા.૧૫ : અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકના અંતે ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારી દીધા છે. જોકે આ વધારા બાદ ડૉલરમાં દબાણ જોવાઈ રહયું છે અને સોનામાં ઝડપી રિકવરી દેખાઈ હતી. સોનામાં સાડા ૪ મહિનાના નીચલા સ્તરેથી રિકવરી નોંધાઈ રહી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૫ ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે જે ગઈકાલથી ૧૨૪૦ ડૉલર સુધી સોનું તૂટ્યું હતું.

બીજીતરફ ફેડરલ રિઝર્વ બેંકે આવતા વર્ષે પણ દર વધારવાના સંકેતો આપ્યા છે, છતા પણ ડૉલરમાં નરમાશ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ચાંદીમાં તેજી દેખાઈ રહી છે, સોના સાથે ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ચાંદીમાં તેજી સાથેનો કારોબાર થઇ રહયો છે. ચાંદીની કિંમત સાડા ૫૦૦ રૂપિયા ઉછળી છે. ગઈકાલે અને આજે ચાંદીમાં લગભગ ૧ હજાર રૂપિયાની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

(9:28 am IST)