Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભાવ ઘટતા ઘઉંની આયાત ડ્યુટી હજુ વધારીને ૪૦ ટકાએ પહોંચાડોઃ કૃષિ મંત્રાલયની ભલામણ

સતત ઘટતા ભાવથી ખેડૂતોની નારાજગી દૂર કરવાની દરખાસ્ત પર વિચારણા

રાજકોટ, તા.૧૪ : ઘઉંના સતત ઘટતા ભાવને કારણે ખેડૂતોમાં નારાજગી દૂર કરવા ઘઉંની આયાત ડ્યુટીમાં વધુ ૨૦ ટકાનો વધારો થવાની શકયતા છે. ઘઉંની આયાત ડ્યુટીમાં વધુ ૨૦ ટકાનો વધારો કરીને ૪૦ ટકા કરવા કૃષિ મંત્રાલયે સરકારને ભલામણ કરી છે. જેના પર સરકાર વિચારણા કરી રહ્યાંનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં સરકારે ઘઉંની આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી હતી. ત્યારે થોડા દિવસો ઘઉંના ભાવમાં મજબૂતીનો માહોલ જોવાયો હતો. પરંતુ વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવમાં ઘટાડો થતા સ્થાનિક ભાવ પણ તૂટવા લાગ્યા હતા.

દરમિયાન વૈશ્વિક સ્તરે રશિયા યુક્રેન અને કેનેડામાં ઘઉંનું બમ્પર ઉત્પાદનની ધારણાએ શિકાગો વાયદો વીતેલા સપ્તાહમાં ૩.૭ ટકા ઘટીને બે મહિનાના તળિયે સરકયો હતો. તેવામાં દેશમાં ઘઉંના ભાવમાં દબાણ જળવાઈ રહે તેવી શકયતા છે. (૨૪.૨)

(8:53 am IST)