Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ફુલબજારમાં ગુલાબી તેજીઃ શણગાર બન્યા મોંદ્યાદાટ

ગુલાબ, ગલગોટા સહિતના પુષ્પોના ભાવ બમણાઃ સુગંધિત ખુશ્બુ માટે ખિસ્સા હળવા

રાજકોટ, તા.૧૪ : ફુલબજારમાં છેલ્લા કેટલાય દિવસોથી તેજી જોવાઈ રહી છે લગ્નગાળાની સીઝન અને ચૂંટણીના માહોલમાં ફુલબજારમાં ગરમાવો જોવાયો હતો ફૂલબજારની તેજીને કારણે શણગાર પણ મોંઘાદાટ થયા હતા. ફૂલોમાં મુખત્વે વપરાતા ગુલાબ અને ગલગોટાના ભાવ બમણા થયા હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ગુલબજારમાં લેવાલી જોવા મળી હતી.

લગ્નગાળાની સીઝનમાં ફૂલના ભાવ ઊંચકાયા હતા. વરરાજા અને કન્યાઓ માટેના ફૂલો અને હારની કિંમતમાં જબરો વધારો થયો હોવાનું જણાવાઈ છે. ઉપરાંત સુશોભનમાં પણ ફૂલોનો વપરાશ  વધતા ભાવ વધ્યા હતા. લગ્નના ગેટ અને વરકન્યાના લગ્નમંડપ શણગાર મોંદ્યા થયા હતા. ફૂલોના ભાવમાં તેજીને કારણે સુગંધિત ખુશ્બુ માટે ખિસ્સા હળવા કરવાના દિવસો જાઙ્ખવાયાનું જણાવાઈ છે.

(8:52 am IST)