Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રાજયમાં શિયાળુ વાવેતર ૨૭ ટકા વધીને ૨૮ લાખ હેકટરે આબ્યુઃ ચણાનું ૮૩ ટકા - ઘઉંનું ૩૦ ટકા વધ્યું

જીરૂ અને ડુંગળીનું ૩૭ ટકા વધ્યું: જુવારનું ૨૬ ટકા અને ધાણાનું ૩૮ ટકા ઘટ્યું વાવેતર

રાજકોટ તા ૧૩ રાજયમાં શિયાળુ વાવેતર વધીને ૨૮ લાખ હેકટરે પહોંચ્યું છે જેમાં ચણાનું વાવેતર ૮૩ ટકા અને દ્યઉંનું ૩૦ ટકા વાવેતર વધ્યું છે જીરુંનું અને ડુંગળીનું વાવેતર પણ ૩૭ ટકા વધ્યું છે જયારે જુવારનું ૨૬ ટકા અને ધાણાનું વાવેતર ૩૮ ટકા દ્યટ્યું છે રાજયમાં સરેરાશ વાવેતર પૂર્ણતાના આરે છે જે ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ૨૭ ટકા વધ્યું છે

  રાજયના કૃષિ વિભાગના આંકડા મુજબ ૧૨જ્રાક ડિસેમ્બર સુધીમાં રાજયમાં રવિ વાવેતર ૨૮ લાખ હેકટરે પહોંચ્યું છે જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૨,૧૫ લાખ હેકટરમાં થયું હતું આમ ગયા વર્ષની તુલનાએ વાવેતર ૨૭ ટકા વધ્યું છે

   શિયાળુ પાકના મુખ્ય એવા દ્યઉંનું વાવેતર ૩૦ ટકા વધીને ૮ લાખ હેકટરે પહોંચ્યું છે જે ગતવર્ષે ૬,૧૭ લાખ હેકટરમાં થયું હતું જયારે જીરુંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ૨૭ ટકા વધીને ૩,૧૧ લાખ હેકટરે થયું છે જયારે ચણાનું વાવેતરમાં ૮૩ ટકા જેવો જબરો વધારો થયો છે

  રાજયમાં ડુંગળીનું વાવેતર પણ ૩૭ ટકા વધ્યું છે જયારે જુવારનું ૨૬ ટકા અને ધાણાનું ૩૮ ટકા વાવેતર દ્યટ્યું છે વરિયાળીનું પણ ૨૭ ટકા દ્યટ્યું છે

(7:15 pm IST)