Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વૈશ્વિક બજારમાં સોના - ચાંદીના ભાવમાં ગાબડું બુલિયન માર્કેટની યુએસ ફેડની બેઠક પર મીટ

રાજકોટ, તા.૧૩ : યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં ઘટાડાનો માહોલ જોવાઈ રહયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૨૫૦ ડોલરની સપાટી તોડી નીચે ૧૨૪૬ ડોલરની સપાટીએ સરકયું છે. જાણકારોના માનવા મુજબ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શકયતા પાછળ તથા યુએસ ઇકિવટી બજારમાં જોવા મળેલા ઉછાળાના પગલે બુલિયન બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

સ્થાનિક બજારમાં સોનામાં વધુ ૧૦૦નો ઘટાડો થઈને ૨૯,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. જયારે ચાંદીમાં પણ ૨૦૦નો ઘટાડો નોંધાઇ ૩૭,૪૦૦ની સપાટીએ ભાવ જોવાયો હતો. ખરીદીના અભાવ વચ્ચે ઘરઆંગણે પણ ભાવ તૂટી રહ્યા છે.

(9:44 am IST)