Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

નવેમ્બરમાં ઇંધણનો વપરાશ વધ્યો માંગ વધીને ૧૭૪ લાખ ટને પહોંચી

રાજકોટ, તા.૧૩ : દેશમાં ઇંધણનો વપરાશ વધી રહયો છે. પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણની માંગ વધી છે. સરકારી આંકડા મુજબ નવેમ્બરમાં ઇંધણનો વપરાશ ૬.૨ ટકા વધ્યો છે. ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલના આંકડા મુજબ કુલ ઓઈલની માંગ વધીને ૧૭૪.૧ લાખ ટન રહી છે. દેશમાં નવેમ્બરમાં પેટ્રોલનું વેચાણ ગતવર્ષની તુલનાએ ૪.૮ ટકા વધીને ૨૧.૨ લાખ ટન થયું છે. એલપીજીનું વેચાણ ૬.૭ ટકા વધીને ૨૦ લાખ ટન થયું છે. નેપ્થાનું વેચાણ ૬ ટકા વધીને ૧૦.૧ લાખ ટન થયું છે. જયારે રોડ બનાવવા વપરાતું બીટુમેનનો વપરાશ ૧૬.૪ કે વધ્યો છે.

(9:43 am IST)