Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બે મહિનામાં સોયાબીનની ૩૪ લાખ ટનની થઇ આવકઃ ૧૭ લાખ ટનનું પીલાણ સંપન્ન

૩૦ હજાર ટનની નિકાસ અને ૨૬ હજાર ટનનો થયો સીધો વપરાશ

રાજકોટ, તા.૧૩ : ચાલુ સીઝન વર્ષના પ્રથમ બે મહિનામાં સોયાબીનની આવકો ૩૪.૫૦ લાખ ટન થઇ ચુકી છે. જયારે ૧૭.૫૦ લાખ ટન સોયાબીનનું પીલાણ થયું છે. સોયાબીન પ્રોસેસર્સ એસો. ઓફ ઇન્ડિયા (સોપા )ના આંકડા મુજબ ઓકટોબરમાં સોયાબીનની ૧૫.૫૦ લાખ ટન, નવેમ્બરમાં ૧૯ લાખ ટનની આવક થઇ છે. જેમાંથી ઓકટોબરમાં ૭ લાખ ટન અને નવેમ્બરમાં ૧૦.૫૦ લાખ ટન સોયાબીનનું ક્રશિંગ થયું છે. જયારે ૩૦ હજાર ટન સોયાબીનની નિકાસ કરાઈ છે અને ૨૬ હજાર ટનનો સીધો વપરાશ થયો છે.

સોંપાના અંદાજ મુજબ હજુ ૬૭ લાખ ટનનો સ્ટોક પડ્યો છે. ચાલુ વર્ષે ૧૩.૯૩ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્ટોક અને ૯૧.૪૬ લાખ ટનનું ઉત્પાદન થશે. આમ કુલ ૧૦૫,૩૯ લાખ ટનનો પુરવઠો ઉપલબ્ધ થશે જેમાંથી ૧૨ લાખ ટન બિયારણ માટે વપરાશે. (૨૪.૨)

(9:42 am IST)