Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જ્વેલરી સિવાયના સેકટરમાં સોનાનો વપરાશ વધ્યો

ઇલેકટ્રોનિકસ, ઓટો અને મેડિકલ ક્ષેત્રે બહોળો ઉપયોગ : ઈ-કાર, સોલાર એનર્જીમાં વધશે વપરાશ

રાજકોટ, તા.૧૩ : સોનાનો ઉપયોગ જવેલરી સિવાયના સેકટરમાં પણ વધવા લાગ્યો છે. સામાન્યપણે સોનાનો વપરાશ જવેલરી બનાવામાં થતો હોવાનું મનાય છે. પરંતુ જવેલરી સિવાયના અનેક સેકટરમાં સોનાનો ઉપયોગ થવા લાગ્યો છે અને વધવા માંડ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ હાલમાં ઇલેકટ્રોનિકસ, ઓટો અને મેડિકલ સેકટરમાં સોનાનો બહોળો ઉપયોગ થાય છે અને આગામી દિવસોમાં તમામ સેકટરમાં સોનાનો વપરાશ થવાના સંકેતો મળે છે.

નવયુગમાં સ્માર્ટફોનમાં ફેસિયલ રેકેનાઇઝેશન આઈડી, વાયરલેસ ચાર્જિંગ અને ઇન્ફ્રારેડ સેન્સરમાં સોનાનો વપરાશ જરૂરી છે. ઓટો ઉદ્યોગમાં આધુનિક લાઇટિંગ, બ્રેકીંગ સિસ્ટમ અને મેડિકલ ક્ષેત્રે આર્થાઇટિસ, ઓવરીના કેન્સર તેમજ કેટલાક દર્દના નિવારણ માટે એન્ટિબાયોટિક દવામાં સોનાનો ઉપયોગ વધ્યો છે.

બીજીતરફ કેટલીક ગંભીર બીમારીમાં નિદાન કરવા વપરાતા ઇકવીપમેન્ટમાં સોનાનો ઉપયોગ થાય છે. આગામી દિવસોમાં ઇલેકિટ્રક કર, ડ્રાઈવર લેસ કાર, સોલાર એનર્જી ઇકવીપમેન્ટમાં સોનાનો મોટાપાયે ઉપયોગ થવાની ધારણા છે.

 

(9:40 am IST)