Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં ઘટાડો નાસિકમાં કવીન્ટલે ૪૦૦ - મહુવામાં ૧૨૫ તૂટ્યા

આવકોમાં હજુ વધારો થવાની ધારણાએ ભાવમાં મોટા ઘટાડાની શકયતા

રાજકોટ તા. ૧૨ : ડુંગળીના ભાવ ઊંચા મથાળેથી ઘટયા છે છેલ્લા પખવાડીયાથી ભાવમાં આગઝરતી તેજી જોવાઈ હતી દરમિયાન નવી ડુંગળીની આવકો શરૂ થતા ભાવમાં ઉછાળાનો ઉભરો ધીમે ધીમે શમતો જોવા મળે છે નવી ડુંગળીની આવકો વધતા ભવમાં ઝડપી ઘટાડો નોંધાયો છે

  નાશિકમાં કવીન્ટલે ૪૦૦નો ઘટાડો જોવાયો છે જયારે મહુવામાં ૧૨૫ તૂટયા છે લસણગાંવમાં ડુંગળીના ભાવ ૪૦૦ ઘટીને ૯૦૦ થી ૩૭૦૦ સુધીના ભાવ હતા અને આવક ૨૦ હજાર કવીન્ટલેથી વધુ થઇ હતી જયારે મહુવામાં ૧૦ હજાર કટ્ટાની આવક સામે ભાવ ૨૦ કિલોના ૧૫૦ થી ૬૭૫ સુધી બોલાયા હતા.

વેપારીઓના માનવા મુજબ ડુંગળીના વેપારીઓના માનવા મુજબ આગામી દિવસોમાં ડુંગળીની મોટાપાયે આવકો થવાની ધારણા છે અને ભાવમાં પણ હજુ વધુ ઘટાડો થવાની શકાયતા છે બીજી તરફ સરકારે ખરીદેલી ડુંગળીની આવકો પણ બજારમાં આવશે તેમ મનાય છે.

 

(8:48 am IST)