Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ટમેટાની ચિક્કાર આવકથી ભાવમાં તોતિંગ કડાકો

નાસિક બાદ વાતાવરણ પલટાતા ઉત્તર-દક્ષિણ ગુજરાતથી બમ્પર આવકઃ લેવાલીના અભાવે ગગડતા ભાવ

રાજકોટ તા. ૧૨ : છેલ્લા કેટલાય દિવસોથી ટમેટાની લાલચોળ તેજી ઉંધામાથે પટકાઈ છે ટમેટાની ચિક્કાર આવકોથી બજારો ઉભરાવા લગતા ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે છેલ્લે ટમેટાનો ભાવ કિલોએ ૧૦૦ સુધી પહોંચ્યો હતો જે હવે ૨૦ થી ૩૦૦ આસપાસ બોલાઈ રહયો છે છેલ્લા પખવાડિયામાં ગુજરાતના વાતાવરણ પલટો આવતા ટમેટાની જોરદાર આવકો થવા લગતા ભાવમાં જબરો ઘટાડો જોવાયો હતો.

રાજકોટના ટમેટાના વેપારી  જણાવ્યા મુજબ છેલ્લા નાસિક બાદ હવે ગુજરાતના અન્ય પંથકમાંથી ટમેટાની જોરદાર આવક થઇ રહી છે. વિરમગામ ઉપરાંત ઇડર કલ્યાણપુર અને ધરમપુર પંથકમાંથી ચિક્કાર આવકોને કારણે ભાવ ગગડયા છે પખવાડિયા પહેલા ૧૦૦ની સપાટીએ પહોંચેલા ટમેટા હાલમાં ૨૦ થી ૩૦ના ભાવે વેચાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રના નાસિક તરફથી જબરી આવકથી ભાવમાં દબાણ જોવાઈ રહયુ હતું પરંતુ બમ્પર આવકને કારણે ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. રાજકોટ યાર્ડ ઉપરાંત લોધીકા પડધરી બાજુથી પણ આવકો થઇ રહી છે અને ભાવમાં એકધારો ઘટાડો જોવાઈ રહયાં છે.

(8:48 am IST)