Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

હવે પતંજલિ સોલાર ઉપકરણોનું ઉત્પાદનમાં ઝંપલાવશેઃ ૧૦૦ કરોડના ખર્ચે સ્થાપશે પ્લાન્ટ

સોલાર પેનલની સાથે ચિપ અને ફોટોવોલેટીક સેલ બનાવવા આયોજન

રાજકોટ તા. ૧૨ : યોગગુરુ બાબા રામદેવની કં૫ની ૫તંજલિ હવે સોલાર ઉ૫કરણોના ઉત્પાદનમાં ઝંપલાવશે જેના માટે કં૫ની દ્વારા તમામ તૈયારી થઇ રહી છે પતંજલિના એમડી અને સીઈઓ આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા મુજબ કં૫ની દ્વારા ઉર્જા ઉ૫કરણો બનાવવાનો પ્રારંભ કરાશે આ માટે ગ્રેટર નોઇડામાં ૧૦૦ કરોડના રોકાણવાળા પ્લાન્ટનું આગામી માસમાં જ ઉદ્દઘાટન કરાશે અત્યાર સુધીમાં ૫૦થી ૬૦ કરોડનું રોકાણ થઇ ચૂકયું છે

 આ ફેકટરીમાં સોલાર પેનલની સાથે ચિ૫ અને ફોટોવોલેટીક સેલ બનાવવાનું આયોજન કરાયું છે. સોલાર પેનલ માટે શરૂઆતના તબક્કામાં સ્થાનિક ઉત્પાદકો પાસેથી જરૂરી વસ્તુની ખરીદી થશે બાદમા તમામ પાર્ટ્સ ૫તંજલિની ફેકટરીમાં બનાવાશે કં૫ની દ્વારા જર્મની અને ચીનથી મશીનો મગાવવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, અમારી ફેકટરીમાં જયારે બહારથી સોલાર ઉ૫કરણો ખરીદતા હતાં ત્યારે ખ્યાલ આવ્યો કે, આ બધી વસ્તુ ચીન જેવા દેશોમાંથી જ આયાત કરવામાં આવે છે.

(8:47 am IST)