News of Friday, 5th January 2018

ટેકાના ભાવથી ચોખાની ૩૫૦ લાખ ટનની સરકારી ખરીદી થઈઃ લક્ષ્યાંક થશે હાંસલ

પંજાબમાંથી સૌથી વધુ ૧૭૬ લાખ ટન અને હરિયાણામાંથી લક્ષ્યાંક કરતા બમણી ખરીદી

રાજકોટ તા. ૪ : ચાલુ સીઝનમાં ટેકાના ભાવથી ચોખાની ૩૫૦ લાખ ટન સરકારી ખરીદી થઇ છે જે ખરીદીના લક્ષ્યાંકથી નજીક છે કેન્દ્ર સરકારે પહેલી ઓકટોબરથી શરુ થયેલ નવી સીઝનમાં ૩૭૫ લાખ ટન ચોખાની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો તેમાંથી હાલમાં ૩૫૦,૨૮ લાખ તન્ની ખરીદી થઇ ચુકી છે ગતવર્ષે કુલ ૩૮૧,૦૬ લાખ ટન ખરીદી કરાઈ હતી તે લક્ષ્યાંકથી વધુ હતી.

   એફસીઆઈના આંકડા મુજબ સરકારી એજન્સીઓએ પંજાબમાંથી ૧૭૬,૬૧ લાખ ટન ચોખાની ખરીદી કરી છે જે ૧૧૫ લાખ ટનના લક્ષ્યાંક કરતા વધુ છે જયારે હરિયાણામાં ૩૦ લાખ ટનના લક્ષ્યાંક સામે ૫૯,૨૦ લાખ ટન ખરીદી કરાઈ છે જે લક્ષ્યાંક કરતા બમણી છે આ સિવાય છત્ત્િ।સગઢમાંથી ૩૩,૩૨ લાખ ટન ,ઉત્ત્।રપ્રદેશમાંથી ૨૫,૯૬ લાખ ટન, આંધ્ર પ્રદેશમાંથી ૧૩,૯૨ લાખ ટન અને ઓરિસ્સાથી ૯,૯૧ લાખ ટન ખરીદી કરાઈ છે.

(9:22 am IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST