Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જોરદાર વાવેતર અને માર્જિન વધતા ચણામાં તેજીની પીછેહઠઃ વાયદો ૪૦૦૦ની અંદર સરકયો

નવા વર્ષના પ્રારંભે ચણામાં ઘટાડોઃ માસાંતે નવી આવક શરૂ થવાના એંધાણ

રાજકોટ તા. ૪ : ચણાના બમ્પર વાવેતર અને ચણાના વાયદામાં શોર્ટ સાઈડ માર્જિનને કારણે નવા વર્ષના પ્રારંભે વાયદો ઘટીને ૪૦૦૦ની અંદર સરકયો છે વાયદા બજારમાં ચણાના ભાવમાં ઘટાડોથઈને ૩૯૪૯ની સપાટીએ ગગડ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચણા વાયદામાં ૫,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા વાયદાની પાછળ હાજર બજારમાં ચણા ઘટીને ૬૫થી ૭૦ની પ્રતિ કિલોની સપાટીએ રિટેલમાં જોવા મળ્યા હતા.

દરમિયાન જાણકારોના માનવા મુજબ રવિ સીઝનમાં ચણાનું વાવેતર ૧૪ ટકા વધીને ૧૦૧ લાખ હેકટરની વિક્રમી સપાટીએ થયું છે અને જાન્યુઆરીના અંત સુધીમાં નવા ચણાની આવક શરુ થવાની ધારણા છે બીજીતરફ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અપેક્ષા કરતા પણ વધુ ઠંડી પડવાના કારણે ચણાના પાકને ફાયદો થશે તેવા એંધાણ વચ્ચે ચણાના ભાવમાં ગાબડાં પડ્યાં છે.

(9:23 am IST)