Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

A i બ્યુટી રીકગ્નિશન ટેકનોલોજી સાથેનો ઓપ્પો એ- ૭૧ સ્માર્ટફોન લોન્ચ

રાજકોટ, તા.૧૬ : ભારતમાં ઓપ્પો એ-૭૧નું અપડેટ વર્ઝન લોન્ચ કરાયું છે. જેની કિંમત ૯૯૯૦ રાખી છે. તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે અને  જલ્દી એમેઝોન અને સેન્પડીલ પરથી ખરીદી શકાશે બ્લેક અને ગોલ્ડ કલરના આ સ્માર્ટફોનમાં AI બ્યૂટી રિકગ્નિશન ટેકનોલોજી અપાઈ છે. તેમાં ફોટોનાં બેકગ્રાઉન્ડને બ્લર કરવાની બોકે ઈફ્કેટ પણ અપાઈ છે. તેમજ મલ્ટી ફ્રેમ ડિનોયસિંગ ટેકનોલોજી અને અલ્ટ્રા HD ટેકનોલોજી છે.

આ સ્માર્ટફોનમાં ૫.૨ ઈંચની એચડી (૭૨૦થ૧૨૮૦ પિકસલ) ડિસ્પ્લે છે. તેમાં ૩ જીબી રેમની સાથે ૧.૮ ગીગા હર્ટઝ ઓકટાકોર કવોલકોમ સ્નેપડ્રેગન ૪૫૦ પ્રોસેસર છે. ઈન્ટરનલ મેમરી ૧૬ જીબી છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી ૨૫૬ જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં એલઇડી ફ્લેશ સાથે ૧૩ મેગાપિકસલનો રિયર કેમેરો અને ફ્રંટમાં ૫ મેગાપિકસલનો કેમેરો છે. તેમાં ૩૦૦૦ એમએએચની બેટરી છે.

(10:17 am IST)