Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

તંબાકુ, સિગરેટ અને ગુટખા ઉપર સેસ વધારવા દરખાસ્ત મોકલાઈ

ગુટખા ઉપર ૨૫૦ ટકા સેસ લાદવા કહેવાયું

નવી દિલ્હી, તા.૧૬ : હવે સિગારેટ, તંબાકુ અને ગુટખાથી આરોગ્યને થનાર નુકશાનને ધ્યાને લઈને સરકાર આ વસ્તુઓ ઉપર સેસ વધારી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેના માટે નાણાં મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે.

મળતી જાણકરી મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે નાણામંત્રાલયને સિગારેટ અને તંબાકુ ઉપર સેસ વધારવા દરખાસ્ત કરી છે જેમાં તંબાકુ ઉપર સેસ ૨૫૦ ટકા કરવા અને સિગારેટ ઉપર સેસ ૨૦ ટકા કરવા દરખાસ્ત છે.સ્વાસ્થ્ય મંત્રાલય કેન્સરના દુષ્પ્રભાવને રોકવા ઈચ્છે છે અત્રે ઉલ્લેખનીય છે કે, તંબાકુના સેવનથી દેશમાં દરવર્ષે અંદાજે ૧૦ લાખ લોકોના મોત થાય છે. (૨૪.૨)

(10:17 am IST)