Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જાન્યુ. માં ગોલ્ડ ETF માંથી ૧૧૦ કરોડ પરત ખેંચાયાઃ ચાર વર્ષથી ઘટતું રોકાણ

રાજકોટ, તા.૧૬ : ભારતઇયા ગોલ્ડ ઇટીએફમાંથી નાણાં પરત મેળવવાનો સિલસિલો આગળ વધતો હોય તેમ જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાંથી ૧૧૦ કરોડ પરત મેળવાયા છે. છેલ્લા ચાર વર્ષથી રોકાણકારો પોતાના નાનાં પરત મેળવી રહ્યાં છે. જે વર્ષની શરૂઆતમાં પણ યથાવત રહ્યું છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગોલ્ડ ઇટીએફમાંથી ૬૭૯ કરોડ પરત ખેંચાયા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગોલ્ડ ઇટીએફમાંથી ૭૭૫ કરોડ, વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૦૩ કરોડ અને વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૪૭૫ કરોડ અને વર્ષ ૨૦૧૧૩-૧૪માં ૩૩૯૩ કરોડ પાછા ખેંચાયા હતા.

(10:21 am IST)