Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની વધતી આવક નીચા મથાળે ભાવમાં એકંદરે સ્થિરતા

મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં માવઠાથી આવક લેઇટ થવાની ભીતિ

રાજકોટ, તા.૧૬ : સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકોમાં વધારો થઇ રહયો છે. અને ભાવમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવાઈ રહયો છે. ખાસ કોઈ મોટી વધદ્યટ નથી. ગત સપ્તાહે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદી છાંટાને કારણે પાકને થોડી અસર થતા આવક લેઇટ થવાની શકયતા છે.

સૌરાષ્ટ્રમાં ઘઉંની આવક વધીને ૧૦ થી ૧૨ હજાર ગુણી સુધીની આવક થવાનો અંદાજ છે. અમદાવાદ મિલોના ભાવ ૧૭૬૦ થી ૧૭૭૦ આસપાસ બોલાઈ છે. મધ્યપ્રદેશમાં ઘઉંની આવક વધી રહી છે. જેથી મહારાષ્ટ્રમાં વેપારો થઇ રહ્યાં છે. માવઠાની અસરએ દ્યઉંના ભાવમાં ટૂંકાગાળા માટે વધઘટ થઇ શકે છે.

(10:16 am IST)