Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ગવારગમ અને સીડમાં એકધારી મંદી નિકાસના અભાવે વાયદામાં વેચવાલી

રાજકોટ, તા.૯ : ગવારગમ અને ગવારસીડમાં છેલ્લા કેટલાય દિવસોથી મંદીની માહોલ જોવાઈ રહયો છે. ગવારગમનો વાયદો ૯૦૦૦ની સપાટીની અંદર સરકયો છે. ગમના નિકાસ વેપારના અભાવે વાયદામાં વેચવાલીનું દબાણ સર્જાયું છે. બીજીતરફ ગવારસીડની આવકો રાજસ્થાન અમુક સેન્ટરોમાં સારી માત્રામાં થઇ રહી છે અને ક્રૂડની તેજીને બ્રેક લગતા ભાવમાં નરમાઇ દેખાઈ છે. આવી સ્થિતિમાં ગવારગમ અને ગવારસીડમાં સતત ઘટાડો થઇ રહયો છે.

(10:06 am IST)
  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST

  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST