Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અઢી મહિનામાં સોનાના ભાવમાં ૮ ટકાનો ઉછાળોઃ માંગમાં ઘટાડો

રાજકોટ, તા.૯ : દેશમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીનો માહોલ બંધાયો હતો. જોકે બે ચાર દિવસથી તેજી ધીમી પડી છે. છેલ્લા અઢી મહિનામાં સોનાની કિંમતમાં આઠ ટકાનો ઉછાળો જોવાયો છે. જોકે ભાવ વધવાની સાથે માંગમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરના મધ્યથી અત્યાર સુધીમાં સોનાનો ભાવ આઠ ટકા વધ્યો છે. બીજીતરફ જાન્યુઆરીમાં ૪૧ તન અને ફેબ્રુઆરીમાં ૬૩ ટન સોનાની આયાત થયાનું મનાય છે.

(10:05 am IST)