Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સોનામાં સુધારો થંભ્યોઃ સ્થાનિક સ્તરે મજબૂતીઃ ચાંદીમાં નરમાઇ

રાજકોટ, તા.૮ : ડૉલરમાં નરમાશથી સોનામાં જોવાયેલી તેજી ધીમી પડી છે. જોકે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મજબૂતી જળવાઈ રહી છે. જયારે વૈશ્વિક બજારમાં સોનું ૧૩૩૫ની ઉપર કારોબાર કરી રહ્યું છે.

ચાંદીમાં ગઈકાલની તેજી બાદ આજે દબાણ જોવા મળી રહ્યું છે, મેટલ્સમાં આવેલી નરમાશની અસર ચાંદી પર દેખાઈ રહી છે, વૈશ્વિક બજાર સાથે સ્થાનિક બજારમાં પણ ચાંદીમાં નરમાશ જોવા મળી રહી છે.

(9:37 am IST)